ડોકટરો વિષે

શ્રીજી હોસ્પિટલ ભાવનગર ખાતે ડૉ. વિશ્વેશ નાયક તથા ડૉ. વિજ્ઞાની વી. નાયક છેલ્લા ૨૪ વર્ષોથી ફરજ બજાવે છે.

Dr. Vishvesh Nayak

ડૉ. વિશ્વેશ નાયક

M.B.B.S., M.S., F.I.S.C.P

જનરલ સર્જન

Reg No G - 10490

ભૂતપૂર્વ ફૂલટાઇમ સર્જન સર.ટી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, ભાવનગર

Dr. Vignani Nayak

ડૉ. વિજ્ઞાની વી. નાયક

M.B.B.S., D.M.C.H.

સ્ત્રીરોગ, પ્રસુતિના નિષ્ણાંત

Reg No G - 24461

ભૂતપૂર્વ ફૂલટાઇમ સ્ત્રીરોગ નિષ્ણાંત સર.ટી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, ભાવનગર

ડૉ. વિશ્વેશ નાયક અને ડૉ. વિજ્ઞાની નાયક

ભાવનગરના વતની ડૉ. વિશ્વેશ નાયકે પોતાનું શિક્ષણ કાર્ય દક્ષિણામૂર્તિ વિનયમંદિરથી શરુ કરી આગળનો અભ્યાસ અમદાવાદમાં આવેલ એશિયાની સૌથી મોટી હોસ્પીટલમાં પૂર્ણ કર્યો હતો અને તેમણે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ફૂલ ટાઇમ સર્જન તરીકે રહી સેવાઓની શરૂઆત કરી હતી.

આ જ રીતે ડૉ. વિજ્ઞાની નાયક દ્વારા પણ ભાવનગરની સર.ટી હોસ્પીટલ અને મેડીકલ કોલેજમાં ફૂલ ટાઇમ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે સેવાઓ આપવામાં આવેલ.

વિભાગો

દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના અનુભવાય અને સરળતાથી હોસ્પીટલથી પરિચિત થઈ શકે તે હેતુથી હોસ્પિટલના વિવિધ વિભાગોની જાણકારી નીચે દર્શાવવામાં આવેલ છે.

સ્ત્રીરોગ વિભાગ

 • પ્રસુતિ દરમ્યાનની સારવાર.
 • દવાથી માસિક નિયમિતની સારવાર .
 • માસિક વખતે પેટના દુખાવાની સારવાર.
 • સફેદ પાણી પડવું / લોહીવાની સારવાર.
 • અંડપિંડની ગાંઠ / ગર્ભાશયની કોથળીને લગતા રોગોનું નિદાન અને સારવાર.
સ્ત્રીરોગ

સોનોગ્રાફી

 • બાળકનો વિકાસ જાણવા.
 • બાળકના હ્રદયના ધબકારા જાણવા.
 • ખોડખાંપણ અંગે જાણવા.
 • બાળકની આજુબાજુ પાણીનું પ્રમાણ જાણવા.
 • બાળકની પોઝીશન જાણવા.
સોનોગ્રાફી

સર્જીકલ વિભાગ

 • પેટનો કાયમી દુખાવો.
 • એપેન્ડીક્ષ, સારણગાંઠ, સ્તનની ગાંઠ વિગેરેના ઓપરેશન.
 • હરસ-મસા-ભગંદરની ઓપરેશન દ્વારા સારવાર.
 • પ્રોસ્ટેટની ગાંઠ / કિડનીમાં પથરી, પેશાબની નલીની સારવાર.
 • દાઝેલા દર્દીઓની સારવાર.
સર્જીકલ વિભાગ

ગર્ભ સંસ્કાર કેન્દ્ર

 • ૯ માસની ગર્ભાવસ્થા દરમ્યાન સાત્વિક આહાર, વ્યાયામ અને રાજયોગ ધ્યાનના સમન્વયથી માતા અને શિશુની આધ્યાત્મિક અને ભાવાત્મક પ્રગતિથી ગર્ભસ્થ મહિલાની ડીલેવરી નોર્મલ અને નેચરલ બને છે.
 • માતા અને બાળકની કાયમી તંદુરસ્તી પરિવારને ખુશહાલ બનાવે છે.
 • સમાજના મજબુત પાયાના ઘડતરમાં સંસ્કારી અને તંદુરસ્ત બાળક ઉપયોગી બને છે.
ગર્ભ સંસ્કાર કેન્દ્ર

પાઈલ્સ ક્લિનિક

 • હરસ
 • મસા
 • બવાસીર
 • ભગંદર
 • પાઈલ્સ ના પ્રકારો
પાઈલ્સ ક્લિનિક

સન્માન અને સિદ્ધિઓ

Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate
Certificate

અવાર - નવાર પૂછવામાં આવતી પ્રશ્નોત્તરી

દર્દીઓને મુંઝવતા કેટલાક પ્રશ્નોના જવાબ નીચે મુજબ છે.

 • સ્તનપાન જ પૂરો આહાર કેવી રીતે છે ?

  માતાના દુધમાં બાળકને જરૂરી ઘણા તત્વો જેવા કે પ્રોટીન, ચરબી, મિનરલ્સ, વિટામીન, શર્કરા, પાચક રસો, સંરક્ષણ દ્રવ્યો અને પાણીનું પ્રમાણ બાળક માટે જેટલું જરૂરી હોય તેટલા પ્રમાણમાં હોય છે.

 • માતાનું દૂધ સ્વચ્છ અને જંતુરહિત હોય છે તેથી બાળક બીમાર પડવાની સંભાવના ઓછી થઇ જાય છે. માતાના દૂધમાં કોલેસ્ટ્રોમ, એન્ટીબોડીઝ, ઈમ્યુંનોગ્લોબીન, લેકટોફેરીન વગેરે સંરક્ષક દ્રવ્ય હોય છે. જે માતાના દુધમાં પ્રસુતિ પછી શરૂઆતમાં જ જોવા મળે છે. સ્તનપાન આપવું નવજાત બાળકની દ્રષ્ટિથી ખુબ જ આવશ્યક હોય છે અને એના સેવન થી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

 • જયારે માતા ગર્ભવતી થાય ત્યારથી જ બાળકને દૂધ પિવડાવવાનો સંકલ્પ કરવો જોઈએ. માતાને એનું દૂધ પુરતું આવશે એવો વિશ્વાસ કરવો.

 • સારું વિચારવાથી ફાયદો થશે. જમતી વખતે અને પાણી પીતી વખતે એવો અહેસાસ કરવો કે એક શક્તિ મારા શરીરમાં પરિવહન કરી રહી છે. દૂધ પીતી વખતે એવો અહેસાસ કરો કે બાળકના હાડકા અને માંસપેશીઓ મજબુત બની રાહી છે.

 • માનવજીવનમાં નિયમિત દિનચર્યાનું ખુબ જ મહત્વ હોય છે. જો આપણે બધા મહાન વ્યક્તિના જીવનની દિનચર્યા જોઈએ તો બધાના જીવનમાં અનુશાસન હતું... “ રાજયોગ એક એવી જ અનુશાસિત જીવન શૈલી છે. ”

Gandhiji Banner

લાભાર્થીના પ્રતિભાવો

Review

દુલારી નૈમિષ ભટ્ટ

આસીસ્ટન્ટ પ્રોફેસર

શાંતિલાલ શાહ એન્જી. કોલેજ, ભાવનગર.

અમારા બાળકને દિવ્ય ગર્ભસંસ્કારના કારણે ગર્ભાવસ્થા દરમ્યાન મેં સાંભળેલા સંગીત અને વિચારોની મારા બાળક પર પ્રત્યક્ષ રીતે અસર થઇ છે. એનામાં રડવાનું, ચિડીયાપણું જેવા કોઈ નેગેટીવ વિચારો આચરણમાં જોવા મળતા નથી.

Review

શિલ્પા શૈલેષ લકુમ

શૈલેશભાઈ એલ. લકુમ

સીદસર

નવ માસ અને ડીલીવરી દરમ્યાન “રાજયોગ નો અભ્યાસ” અમને ખુબ જ મદદરૂપ થયો છે. અમારા બાળક પર પણ તેની ખુબ જ સારી અસર છે. અમારી દીકરી એકદમ શાંત, તેજસ્વી અને હસમુખી “દિવ્ય ગુણો વાળી આત્મા” છે.

Review

ખ્યાતી હરસોરા

રાવપુરા, બરોડા

હું બરોડાથી ભાવનગર ૭માં મહીને આવી ત્યારે મને ખબર નહોતી કે ભાવનગરમાં આટલો સરસ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે, પ્રથમ વખત હું જયારે અહી દવાખાને આવી ત્યારે મેં આ પ્રોગ્રામમાં રજીસ્ટ્રેશન કરાવ્યું અને ડૉ. વિજ્ઞાનીબેન દ્વારા પ્રકાશિત દિવ્ય ગર્ભ સંસ્કારની બુક વાંચી જેના દ્વારા મને અકલ્પિત ફાયદો થયો છે.

Review

પુજાબેન કલ્પેશભાઈ

ઉમરગામ, વલસાડ

ડૉ. વિજ્ઞાનીબેનની સુચના અને દેખરેખ નીચે શાંતિથી મારા ગર્ભાવસ્થાના ૯ મહિના પસાર થયા અને પછી અમારે ત્યાં સરસ મજાની દીકરીનો જન્મ થયો જે બધી જ રીતે તંદુરસ્ત હતી અને જેનું વજન પોણા ત્રણ કિલો હતું, કહેવાય છે ને કે સારું માર્ગદર્શન મળે અને સારા માર્ગદર્શક મળે તો તમારું કાર્ય ક્યારેય નિષ્ફળ થતુ નથી.

Review

શ્રીમતી નીતાબેન શુક્લ

સરદારનગર, ભાવનગર.

અમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા હતા છતાં હજુ સુધી અમને બાળક થતુ જ હતું, બાળક માટે અમે બે ત્રણ જગ્યાએ ગયા, પરંતુ સમય સંજોગો અનુકુળ ન પડતાં વાત ત્યાં જ અટકી ગઈ, ત્યારબાદ અમે ડૉ. વિજ્ઞાનીબેન ને ત્યાં શ્રીજી હોસ્પિટલમાં બતાવવા માટે ગયા હતા અને અમને પહેલી જ વાર માં વાત કરતા ઘણું સારું લાગ્યું. મેડીકલ ટ્રીટમેન્ટ ઉપરાંત બાળક માટે અન્ય જે મહત્વ ની બાબત જરૂરી હોય તે તમામ બાબત તેમણે અમને ઊંડાણપૂર્વક સમજાવી, ત્યારબાદ અમને પતિ-પત્ની વચ્ચે કોમ્યુનિકેશનનું મહત્વ સમજાવ્યું, આ બાબત કદાચ અન્ય કોઈ ડોક્ટર અમને ના સમજાવત.

Review

Priyaben Keyurbhai Patel

Ramkrishna Dairy Farm

Madhavbag-2, Bhavnagar

Dr. Vignaniben & Dr. Vishveshsir are the doctors who made my complicated labor into a simple & successful delivery of my beautiful daughter. My daughter was 4.5 kg. with two cords around the neck and that too with normal delivery and after delivery too, She was so advising and helpful for recovery from pregnancy & Child Birth.

સંપર્ક

સંસ્કાર મંડળ સર્કલથી સરદારનગર સર્કલ તરફનો રોડ, સિંધી સ્કુલની બાજુમાં, સરદારનગર, ભાવનગર.

સ્થળ:

સંસ્કાર મંડળ સર્કલથી સરદારનગર સર્કલ તરફનો રોડ, સિંધી સ્કુલની બાજુમાં, સરદારનગર, ભાવનગર.