સાત્વિક અને સકારાત્મક શક્તિથી ભરપુર


સંપૂર્ણ ખોરાક : પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામીન, મિનરલ્સ.

યોગ્ય ખોરાક જ બાળકના સ્વાસ્થ્ય અને સારસંભાળ માટે લાભદાયક છે.

સંપૂર્ણ ખોરાક જ બાળકમાં ખોડખાંપણ આવતા બચાવે છે.


ગર્ભના પ્રથમ ત્રણ માસ નો ખોરાક


  • જાગીને તુરંત જ ઘઉંના બિસ્કીટ
  • સવારે ૮ વાગે – ૨ રોટલી / પૌવા / કાર્ન ક્લેક્સ
  • સવારે ૧૧ વાગે – દુધનો એક ગ્લાસ
  • બપોરે ૧૨:૩૦ વાગે – રોટલી, શાક, દાળ, ભાત
  • બપોરે ૦૩:૩૦ વાગે – રાજગરો / ચણાના લોટનાં લાડુ
  • સાંજે ૦૭:૩૦ વાગે – જમવાનું / દાળ, શાક, જુવાર, બાજરાની ભાખરી, ભાત, રોટલી
  • સાંજે ૦૯:૦૦ વાગે – એક ગ્લાસ દૂધ.

ખોરાક જે આપના માટે જરૂરી છે.


  • વિટામીન એ – ગાજર, ટમેટા, લાલકંદ, બીટ, કેરી
  • વિટામીન બી – લીલા પાંદડાવાળી શાકભાજી, મેથી, પાલક, લીલી ડુંગળી, અઠવાડિયામાં ત્રણ વાર.
  • વિટામીન સી – લીંબુ (રોજ અડધું), આંબળા (દિવસમાં એક વાર), સંતરા, મોસંબી
  • વિટામીન ડી – રોજ સવારે ૧૦ થી ૧૫ મિનીટ તડકામાં ઉભા રહેવું.
  • વિટામીન ઈ – ફણગાવેલા કઠોળ (અઠવાડિયામાં એક વાર)
  • લેકટોબેસીબસ – દહીં અડધો વાટકો, છાશ એક ગ્લાસ
  • આથાવાળો ખોરાક – ઈડલી, ઢોસા, ઢોકળા, અઠવાડિયામાં બે વાર.
  • પ્રોટોન – એક ભાગ સોયાબીન લોટ, છ ભાગ ઘઉંનો લોટ, મેથીના દાણા, રાજગરો, શીંગદાણા, તલ, સૂપ અને ફણગાવેલુ કઠોળ