સ્તનપાન અને પ્રસુતિ પછીની બાળકની સારવાર


જન્મનાં “પહેલા કલાકનું સ્તનપાન” બચાવે ૧૦ લાખ બાળકોના પ્રાણ. માતાના સ્તનમાંથી દૂધ આવવા લાગે છે જયારે ... બાળક સ્તન ચુસવાનું શરુ કરે છે ત્યારે... જેમ જેમ બાળક દૂધ પીવે છે તેમ તેમ વધુ દૂધ બને છે.

સ્તનપાન કરાવવામાં સ્તનપાન કરાવતી માતાને નીચેની બાબતો મદદરૂપ થઇ શકે છે.

  • પ્રેમ થી એને મદદ કરો.
  • સ્તનપાન કરાવતી વખતે માતાને કોઈપણ પ્રકારની ચિંતા ના હોય તેની જાણકારી રાખો.
  • ડોક્ટર ની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી.
  • માતા સ્તનપાન યોગ્ય રીતે કરાવી શકે છે એ બાબતનો એનો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરો.
  • ગર્ભાવસ્થામાં જ સ્તનપાનની બધી માહિતી આપો અને પ્રોત્સાહિત કરો.
  • સારું દૂધ આવવા માટે માતાએ કયો ખોરાક લેવો જરૂરી છે એની માહિતી આપો.
  • સ્તનપાન વખતે સ્તનના દુ:ખાવાની સગર્ભાવસ્થા દરમ્યાન જ સંપુર્ણ જાણકારી પ્રાપ્ત કરેલ હોય તો સ્તનપાન કરાવવામાં સરળતા રહે છે.