ગર્ભાવસ્થામાં કરવાના સામાન્ય વ્યાયામો
- શ્વસન નો વ્યાયામ (શ્વસન ની કસરત)
- મુવમેન્ટ (હલનચલન)
- કમરની નીચેના સ્નાયુઓને મજબુત બનાવવા માટેનો વ્યાયામ
- પીઠ માટેનો વ્યાયામ
- પેટને સક્ષમ બનાવવા માટેનો વ્યાયામ
- કમરને સક્ષમ બનાવવા માટેનો વ્યાયામ
સગર્ભાવસ્થા દરમ્યાન સુચના
- ગર્ભ રહ્યા પછી પહેલા મહિનેથી જ બતાવવું જરૂરી છે.
- ૭ મહિના સુધી દર મહીને બતાવવા આવવું. ૮ માં મહીને દર ૧૫ દિવસે બતાવી જવું અને નવમાં મહીને દર અઠવાડિયે બતાવી જવું. છાતીની નીપલ નહાતી વખતે સાફ કરવી તથા બહાર ખેંચવી.
- ડોક્ટર ની સલાહ મુજબ નિયમિત તપાસ કરાવવી.
- રોજ બપોરે ૨ કલાક અને રાત્રે ૮ કલાક ઊંઘ લેવી અને ડાબા પડખે સુવું.
- આહારમાં રોટલી ને ભાત ઉપરાંત પૂરતા પ્રમાણમાં દાળ, લીલા શાકભાજી, ફળ, કઠોળ, શીંગ, ચણા અને દૂધ ઉત્તમ આહાર છે.
- ખોરાકમાં મીઠું (નમક) શક્ય હોય તેટલું ઓછું લેવું.
- ડોક્ટરની સલાહ વગર કોઇપણ દવા લેવી નહિ તેનાથી બાળક ઉપર અવળી અસર પડી શકે છે.
- ચાર મહિના પછી ટીટેનસનું ઈન્જેકશન મુકવો.
- માથાનો દુ:ખાવો, લોહીનો સ્ત્રાવ, પગે સોજો આવવો, પેશાબ ઓછો થવો, શ્વાસ ચઢવો, ખેંચ આવવી વગેરે તકલીફ જણાય તો તુરંત હોસ્પિટલ નો સંપર્ક કરવો.
- રોજ થોડું ચાલવું, હળવી કસરત કરવી.
- દોઢ મહિના સુધી આરામ કરવો, વળીને કામ કરવું કે વજન ન ઉચકવું, ડોકટરે સમજાવેલ કસરત કરવી.
- ડોકટરે આપેલ ફાઈલ સાચવીને રાખવી તપાસ વખતે કે સુવાવડ માટે દાખલ થતી વખતે ખાસ લાવવી.
- ગર્ભાવસ્થા દરમ્યાન સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. સોનોગ્રાફીથી માતા તથા બાળકને નુકસાન થતું નથી કારણકે તેમાં ‘ક્ષ’ કિરણો નથી.
વ્યાયામો અને સુચના
- મુખ્ય
- વ્યાયામો અને સુચના