ડોકટરો વિષે
શ્રીજી હોસ્પિટલ ભાવનગર ખાતે ડૉ. વિશ્વેશ નાયક તથા ડૉ. વિજ્ઞાની વી. નાયક છેલ્લા ૨૪ વર્ષોથી ફરજ બજાવે છે.
ડૉ. વિશ્વેશ નાયક
M.B.B.S., M.S., F.I.S.C.Pજનરલ સર્જન
Reg No G - 10490
ભૂતપૂર્વ ફૂલટાઇમ સર્જન સર.ટી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, ભાવનગર
ડૉ. વિજ્ઞાની વી. નાયક
M.B.B.S., D.M.C.H.સ્ત્રીરોગ, પ્રસુતિના નિષ્ણાંત
Reg No G - 24461
ભૂતપૂર્વ ફૂલટાઇમ સ્ત્રીરોગ નિષ્ણાંત સર.ટી.હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, ભાવનગર
ડૉ. વિશ્વેશ નાયક અને ડૉ. વિજ્ઞાની નાયક
ભાવનગરના વતની ડૉ. વિશ્વેશ નાયકે પોતાનું શિક્ષણ કાર્ય દક્ષિણામૂર્તિ વિનયમંદિરથી શરુ કરી આગળનો અભ્યાસ અમદાવાદમાં આવેલ એશિયાની સૌથી મોટી હોસ્પીટલમાં પૂર્ણ કર્યો હતો અને તેમણે ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ફૂલ ટાઇમ સર્જન તરીકે રહી સેવાઓની શરૂઆત કરી હતી.
આ જ રીતે ડૉ. વિજ્ઞાની નાયક દ્વારા પણ ભાવનગરની સર.ટી હોસ્પીટલ અને મેડીકલ કોલેજમાં ફૂલ ટાઇમ સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે સેવાઓ આપવામાં આવેલ.
વિભાગો
દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના અનુભવાય અને સરળતાથી હોસ્પીટલથી પરિચિત થઈ શકે તે હેતુથી હોસ્પિટલના વિવિધ વિભાગોની જાણકારી નીચે દર્શાવવામાં આવેલ છે.
સ્ત્રીરોગ વિભાગ
- પ્રસુતિ દરમ્યાનની સારવાર.
- દવાથી માસિક નિયમિતની સારવાર .
- માસિક વખતે પેટના દુખાવાની સારવાર.
- સફેદ પાણી પડવું / લોહીવાની સારવાર.
- અંડપિંડની ગાંઠ / ગર્ભાશયની કોથળીને લગતા રોગોનું નિદાન અને સારવાર.
સોનોગ્રાફી
- બાળકનો વિકાસ જાણવા.
- બાળકના હ્રદયના ધબકારા જાણવા.
- ખોડખાંપણ અંગે જાણવા.
- બાળકની આજુબાજુ પાણીનું પ્રમાણ જાણવા.
- બાળકની પોઝીશન જાણવા.
સર્જીકલ વિભાગ
- પેટનો કાયમી દુખાવો.
- એપેન્ડીક્ષ, સારણગાંઠ, સ્તનની ગાંઠ વિગેરેના ઓપરેશન.
- હરસ-મસા-ભગંદરની ઓપરેશન દ્વારા સારવાર.
- પ્રોસ્ટેટની ગાંઠ / કિડનીમાં પથરી, પેશાબની નલીની સારવાર.
- દાઝેલા દર્દીઓની સારવાર.
ગર્ભ સંસ્કાર કેન્દ્ર
- ૯ માસની ગર્ભાવસ્થા દરમ્યાન સાત્વિક આહાર, વ્યાયામ અને રાજયોગ ધ્યાનના સમન્વયથી માતા અને શિશુની આધ્યાત્મિક અને ભાવાત્મક પ્રગતિથી ગર્ભસ્થ મહિલાની ડીલેવરી નોર્મલ અને નેચરલ બને છે.
- માતા અને બાળકની કાયમી તંદુરસ્તી પરિવારને ખુશહાલ બનાવે છે.
- સમાજના મજબુત પાયાના ઘડતરમાં સંસ્કારી અને તંદુરસ્ત બાળક ઉપયોગી બને છે.
સન્માન અને સિદ્ધિઓ
ગર્ભાવસ્થામાં જાણવા જેવું.
ગર્ભાવસ્થા દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે.
અવાર - નવાર પૂછવામાં આવતી પ્રશ્નોત્તરી
દર્દીઓને મુંઝવતા કેટલાક પ્રશ્નોના જવાબ નીચે મુજબ છે.
-
સ્તનપાન જ પૂરો આહાર કેવી રીતે છે ?
માતાના દુધમાં બાળકને જરૂરી ઘણા તત્વો જેવા કે પ્રોટીન, ચરબી, મિનરલ્સ, વિટામીન, શર્કરા, પાચક રસો, સંરક્ષણ દ્રવ્યો અને પાણીનું પ્રમાણ બાળક માટે જેટલું જરૂરી હોય તેટલા પ્રમાણમાં હોય છે.
-
સ્તનપાનથી બાળકની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધે છે ?
માતાનું દૂધ સ્વચ્છ અને જંતુરહિત હોય છે તેથી બાળક બીમાર પડવાની સંભાવના ઓછી થઇ જાય છે. માતાના દૂધમાં કોલેસ્ટ્રોમ, એન્ટીબોડીઝ, ઈમ્યુંનોગ્લોબીન, લેકટોફેરીન વગેરે સંરક્ષક દ્રવ્ય હોય છે. જે માતાના દુધમાં પ્રસુતિ પછી શરૂઆતમાં જ જોવા મળે છે. સ્તનપાન આપવું નવજાત બાળકની દ્રષ્ટિથી ખુબ જ આવશ્યક હોય છે અને એના સેવન થી બાળકની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
-
માતાનું દૂધ વધુ લાવવા શું કરવું જોઈએ ?
જયારે માતા ગર્ભવતી થાય ત્યારથી જ બાળકને દૂધ પિવડાવવાનો સંકલ્પ કરવો જોઈએ. માતાને એનું દૂધ પુરતું આવશે એવો વિશ્વાસ કરવો.
-
જમતી વખતે અને પાણી પીવાના સમયે શું વિચારવું જોઈએ ?
સારું વિચારવાથી ફાયદો થશે. જમતી વખતે અને પાણી પીતી વખતે એવો અહેસાસ કરવો કે એક શક્તિ મારા શરીરમાં પરિવહન કરી રહી છે. દૂધ પીતી વખતે એવો અહેસાસ કરો કે બાળકના હાડકા અને માંસપેશીઓ મજબુત બની રાહી છે.
-
રાજયોગમાં દિનચર્યાનું શું મહત્વ છે ?
માનવજીવનમાં નિયમિત દિનચર્યાનું ખુબ જ મહત્વ હોય છે. જો આપણે બધા મહાન વ્યક્તિના જીવનની દિનચર્યા જોઈએ તો બધાના જીવનમાં અનુશાસન હતું... “ રાજયોગ એક એવી જ અનુશાસિત જીવન શૈલી છે. ”
લાભાર્થીના પ્રતિભાવો
શ્રીજી હોસ્પિટલ ની છબીઓ
શ્રીજી હોસ્પિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે.
વિડીઓ ગેલરી
શ્રીજી હોસ્પિટલ ના કેટલાક પ્રતિભાવોની ઝલક.
સંપર્ક
સંસ્કાર મંડળ સર્કલથી સરદારનગર સર્કલ તરફનો રોડ, સિંધી સ્કુલની બાજુમાં, સરદારનગર, ભાવનગર.
સ્થળ:
સંસ્કાર મંડળ સર્કલથી સરદારનગર સર્કલ તરફનો રોડ, સિંધી સ્કુલની બાજુમાં, સરદારનગર, ભાવનગર.