ગર્ભાવસ્થા દરમ્યાન સોનોગ્રાફી કરાવવાથી થતા ફાયદાઓ ...
- બાળકોનો વિકાસ મહિનાને અનુરૂપ છે કે નહિ તે જાણવા માટે.
- બાળકના હૃદયના ધબકારા ચાલુ છે કે નહિ તે જાણવા માટે.
- બાળકમાં કોઈ મોટી ખોડખાંપણ છે કે નહિ તે જાણવા માટે.(ઘણી વખત સોનોગ્રાફી કરવા છતાં પણ બાળકમાં નાની ખોડખાંપણો આવતી હોય છે, સોનોગ્રાફીથી બાળકની ખોડખાંપણ વિશેની સંપૂર્ણ ખાતરી આપી શકાય નહિ.)
- બાળકની આજુબાજુ પાણીનું પ્રમાણ જાણવા માટે.
- બાળકની પોઝીશન (સીધું, ઊંધું કે આડું) ૯ મો મહિનો બેઠા પછી સચોટ રીતે નક્કી કરી શકાય. (૮ મહિના સુધી બાળકની સ્થિતિમાં બાળકના હલનચલનને કારણે ફેરફાર થતો રહે છે.)
- જોડકાં બાળક, Twins Pregnancy ની જાણકારી મળી રહે છે.
- દ્રાક્ષ જેવી ગાંઠનું નિદાન શક્ય બને છે.
- સોનોગ્રાફીની તપાસથી કોઈ આડઅસર થતી નથી.
- નોંધ : સદંતર બાળકના વિકાસ પોઝીશન ના કારણે દરેક ખોડખાંપણ વિષે સંપુર્ણ ખાતરી આપી શકાય નહિ.
ગાયનેક સોનોગ્રાફી
- ગર્ભાશયની અંદરની ચામડીની જાડાઈ ની જાણકારી મેળવવા.
- ગર્ભાશયની અંદર / બહારની ગાંઠ ની જાણકારી મેળવવા.
- અંડપિંડની ગાંઠ વિષે ની માહિતી મેળવવા.
- સ્તનની ગાંઠ વિશેની માહિતી મેળવવા.
સર્જીકલ સોનોગ્રાફી
- લીવર / બરોળ / પિતાશય કીડની વિષે જાણકારી મેળવવા.
- પિતાશય ની નળી માં રહેલ પથરી વિષે જાણવા.
- પેશાબની કોથળી ની માહિતી / દીવાલ ની જડાઈ જાણવા.
- પ્રોસ્ટેટની ગાંઠ / કીડની માં પથરી વિષે જાણવા.
- પેટમાં ભરાતા પાણીની માહિતી મેળવવા.
સોનોગ્રાફી વિભાગ
- મુખ્ય
- સોનોગ્રાફી વિભાગ